દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ભારતનો વ્હાઇટ વોશ થયો હોવા છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમ ઈન્ડિયા 116 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. 110 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 108 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે.

ટીમ સાઉથી Top-5માં થયો સામેલ

બોલર્સના લિસ્ટમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા ટીમ સાઉથી ટોપ-5માં પહોંચી ગયો છે. તેના રેન્કિંગમાં બે પોઇન્ટનો સુધારો થતાં તે 812 પોઇન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 904 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે. 843 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો નીલ વેગનર બીજા,  830 પોઇન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ત્રીજા ક્રમે છે.

બુમરાહ કેટલામાં ક્રમે

જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 4-4 સ્થાનના સુધારા સાથે ક્રમશઃ 7મા અને 9મા સ્થાન પર છે. બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટોપ-10 બોલર્સમાં સામેલ નહોતો. પરંતુ બીજી ટેસ્ટમાં કરેલા શાનદાર દેખાવના કારણે ફરીથી તે ટોપ-10 બોલર્સમાં આવી ગયો છે.

સૌથી વધુ કોને થયો ફાયદો

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં સૌથી વધારે ફાયદો જેમિસનને થયો છે. જેમિસન 43 પોઈન્ટની છલાંગ સાથે 80મા ક્રમે પહોંચી ગયો છે.


ICC ટેસ્ટ રેન્કિંગઃ ન્યૂઝીલેન્ડ સામે વ્હાઇટવોશ છતાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર યથાવત, કોહલીને થયું મોટું નુકસાન

કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે

TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો