નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાનના નામથી જાણીતા સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને DRS વખતે 'અમ્પાયર્સ કોલ' ને હટાવવાની સલાહ આપી છે. તેણે કહ્યું જો એલબીડબલ્યુ સમયે બોલ સ્ટંપ સાથે અથડાતો હોય તો આઉટ આપવો જોઈએ. તેંડુલકરે ટ્વિટ કરી આઈસીસીને આ સલાહ આપી છે.


સચિન ટ્વિટ કરીને કહ્યું, બોલનો કેટલા ટકા હિસ્સો સ્ટંપ પર લાગે છે તે મહત્વનું નથી. પરંતુ ડીઆરએસમાં બોલ સ્ટંપ પર લાગે તો ફિલ્ડ એમ્પાયરના ફેંસલાની વિરુદ્ધમાં બેટ્સમેનને આઉટ આપવો જોઈએ.



વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા સાથે વીડિયો ચેટ દરમિયાન સચિને કહ્યું, ક્રિકેટમાં ટેકનોલોજીના ઉપયોગનો આ જ હેતુ છે. આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી 100 ટકા સાચી ન હોઈ શકે અને ન તો વ્યક્તિ પણ.

તેણે આગળ કહ્યું કે, એક મામલે હું આઈસીસી સાથે સહમત નથી અને તે છે ડીઆરએસ. મારું માનવું છે કે જો બોલ માત્ર સ્ટંપને પણ સ્પર્શીને નીકળી રહી હોય તો બોલરના પક્ષમાં ફેંસલો આપવો જોઈએ.

આ દિગ્ગજ અભિનેતાની માતાને થયો કોરોના, જાણો પરિવારમાં બીજા કોને કોને લાગ્યો ચેપ

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આધાર કાર્ડ બતાવીને જ ખરીદી શકાશે કોરોનાની દવા, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય