Ind v Eng: ઈંગ્લેન્ડના જ ખેલાડીના કારણે બેન સ્ટોક્સે ગુમાવી વિકેટ, જાણો વિગત
આ વખતે નોન સ્ટ્રાઇકર પર ઈંગ્લેન્ડનો 20 વર્ષીય યુવા ક્રિકેટર સેમ કુરેન હતો. બોલને તેની તરફ આવતો જોઈને વચ્ચે આવવાના બદલે તે ખસી ગયો હતો. જેના કારણે અશ્વિન માટે કેચ સરળ થઈ ગયો હતો.
આ ઘટના બાદ સેમ કુરેનને લઈ કેટલાંક પૂર્વ ક્રિકેટરો ટીખળ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયના પૂર્વ ક્રિકેટર માર્કસ નોર્થે લખ્યું કે, પ્રથમ વખત સ્ટોક્સને આવી રીતે આઉટ થતાં જોયો. તેણે શા કારણે નોન સ્ટ્રાઇક છેડે તેનું બેટ ન મુક્યું ? બોલના માર્ગમાં આવવાના બદલે તેણે અશ્વિનને કેચ માટે મોકળો માર્ગ કરી આપ્યો.
તેની આ વાતને ડિન જોન્સ અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક આથરટોને પણ સમર્થન આપ્યું છે. પ્રથમ દિવસના અંતે સેમ કુરેન 24 રને મેદાન પર છે. જો કુરેને આવી ભૂલ ન કરી હોત તો પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત હોત તેમ પણ નિષ્ણાતો કહી રહ્યા છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે યજમાન ટીમનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 285 રન છે. પરંતુ બધાની નજર બેન સ્ટોકની વિકેટ પર હતી. મેચની 75મી ઓવરમાં અશ્વિન બેન સ્ટોક સામે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તે કોટ એન્ડ બોલ્ડ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની તે સાતમી વિકેટ હતી.