✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મેલબોર્ન ટેસ્ટમાં સચિનના આ રેકોર્ડની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2018 07:30 AM (IST)
1

નવી દિલ્હીઃ ભારત અનો ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝનો ત્રીજો મેચ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે. બોક્સિગ ડે(Boxing Day Test) ના અવસર પર રમાયેલ આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક છે.

2

કેપ્ટન વિરાટ કોહલીએ મેલબોર્નમાં સદી ફટકારશે તો તે એક વર્ષમાં સચિન તેંડુલકરના એક કેલેન્ડર યરમાં 12 સદી ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેશે. આ કોઇપણ ખેલાડીનું સૌથી શાનદાર પ્રદર્શન છે. સચિને 1998માં 12 સદી ફટકારી હતી. હાલ વિરાટના નામે 11 સદી છે.

3

કોહલી એક કેલેન્ડર યરમાં ક્રિકેટના બધા ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર કુમાર સંગાકારા (2868 રન, 2014)થી ફક્ત 215 રન પાછળ છે. આ સમયે વિરાટના નામે 36 મેચમાં 2653 રન છે. જો તે મેલબોર્નમાં 180 રન બનાવશે તો એક કેલેન્ડર યરમાં સૌથી વધારે રન બનાવવાના મામલે બીજા નંબરે રહેલા રિકી પોન્ટિંગ (2883 રન, 2005)ને પછાડી દેશે.

4

વિરાટ કોહલીએ સતત ત્રીજા વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક કેલેન્ડર યરમાં 2500થી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2016માં 2595 અને 2017માં 2818 રન બનાવનાર વિરાટે 2018માં 2653 રન બનાવ્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મેલબોર્ન ટેસ્ટમાં સચિનના આ રેકોર્ડની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.