જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરમાં તમામ 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી છે. આ દરમિયાન ચાર ઈંગ્લેન્ડમાં, ત્રણ ટેસ્ટ દક્ષિણ આફ્રિકામાં, બે ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝમાં અને આઠ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમી છે. પોતાના ટેસ્ટ કેરિયરમાં બુમરાહે અત્યાર સુધી 79 વિકેટ લીધી છે. ટેસ્ટની એક મેચમાં બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 9/86 છે.
ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ બુમરાહને ખાસ સલાહ આપી છે. ચોપડાનું કહેવું છે કે, બુમરાહે ટીમની સફળતા માટે અલગ પ્રકારની બોલિંગ કરવી પડશે. તે ભારત માટે સિમિત ઓવરોની ક્રિકેટમાં મેચ વિનર છે. ટેસ્ટમાં પણ છે. કારણ કે તેણે 79 વિકેટ ઝડપી છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તે પહેલીવાર ભારતમાં એસજી રેડ બોલથી બોલિંગ કરશે અને તેણે આ પહેલા 2016માં એસજી બોલથી બોલિંગ કરી હતી. એવામાં તેના માટે આ બોલથી બોલિંગ કરવું મુશ્કેલ રહેશે. અત્યાર સુધી તે કૂકાબૂરા અને ડ્યૂક બોલથી રમ્યો છે. જે નવો બોલ મૂવ કરે છે. પરંતુ એસજી બોલ સાથે એવું નથી.
આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે, ભારતમાં પેચ એ પ્રકારની નથી. એવામાં તેણે સ્ટંપ્સ પર બોલને ખતમ કરવું પડશે. અહીંથી તેને ક્લીન બોલ્ડ અને એલબીડબ્યૂની તક વધારે મળશે. અહીં તેને આઉટ સાઈડ એજ ઓછી મળશે, કારણ કે નવી બોલ ઓછી મૂવ કરે છે.