IND Vs ENG: ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા જ યજમાન ઇંગ્લેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે, ઇંગ્લેન્ડનો મીડલ ઓર્ડર બેટ્સમેન ઓલી પૉપ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઓલી પૉપનુ લગભગ સીરીઝની શરૂઆતી મેચોમાં રમવુ લગભગ ના બરાબર છે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ઓલી પૉપની ઇજાની જાણકારી આપી છે.
ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પૉપનો વાઇટેલિટી બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં સરે માટે રમતી વખતે જાંઘના ભાગમાં ઇજા થઇ હતી. આ ઇજાના કારણે ઓલી પૉપને ભારત સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆતી મેચોમાં રમવુ મુશ્કેલ છે. ઓલી પૉપને 2 જુલાઇએ જાંઘમાં ઇજા થઇ હતી, અને તેને સાજો થવામા સમય લાગશે, આના પર હજુ કંઇક કહી શકાય નહીં.
ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે નિવેદનમાં કહ્યું- ઓલી પૉપની જમણી જાંઘની માંસપેશિયોમાં ઇજા થઇ છે, જેના કારણે તે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની એલવી ઇન્શ્યૉરન્સ ટેસ્ટ સીરીઝ શરૂ થવા સુધી મેદાન પર નહીં ઉતરે.
ડેવિડ મલાનને મળી શકે છે મોકો-
ઇસીબીએ જોકો બીજી ટેસ્ટ પહેલા ઓલી પૉપના સાજા થવાની આશા રાખી છે. ઇસીબીએ કહ્યું- ઇસીબી અને સરેની ફિટનેસ ટીમો એકસાથે મળીને ઓલી પૉપનુ રિહેબિલિટેશન કરાવશે, જેમાં ધ્યાન ભારત વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં તેની ઉપલબ્ધતા પર લગાલુ રહેશે.
પહેલી ટેસ્ટ ચાર ઓગસ્ટથી ટ્રેન્ટ બ્રિઝમાં શરૂ થશે, જો તે આ સમય સુધી ઇજાથી નહીં સાજો થાય તો ડેવિડ મલાનને મોકો આપવામાં આવી શકે છે. જેમને ઇંગ્લેન્ડની સિમિત ઓવરની ક્રિકેટમાં બેટિંગથી પ્રભાવિત કર્યા છે. આ ઉપરાંત લૉરેન્સ કે પછી બેયરર્સ્ટોને પણ ઇંગ્લેન્ડ મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે મોકો આપવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડની ટીમ જોકે પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ઇંગ્લેન્ડના મુખ્ય ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચર ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝનો ભાગ નહીં હોય. ઇંગ્લેન્ડની ટીમમાં જોકે ભારત વિરુદ્ધ સીરીઝમાં આલરાઉન્ડર બેન સ્ટૉક્સની વાપસી નક્કી છે.