મોહાલી: ટીમ ઈંડિયાના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ પાર્થિવ પટેલના આક્રમક 67 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ હતો. ઈંગ્લેંડ 236 રનમાં ઓલઆઉટ થતાં ભારતને જીતવા માટે 103 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેને ભારતે 2 વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. પાર્થિવ પટેલ 67 અને વિરાટ કોહલી અણનમ 06 રને રહ્યા હતા. ચેતેશ્વર પૂજારા 25 રને આઉટ થયો હતો. જ્યારે મુરલી વિજય ખાતું ખોલાયા શક્યો ન હતો.હવે સીરિઝની ચોથી ટેસ્ટ 8 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 4 વિકેટે 78 રન બનાવી લીધા છે. જો રૂટ (36) અને ગેરેથ બેટ્ટી (0) રને અણનમ રહ્યાં હતા. તે ભારતથી હજુ 56 રન પાછળ છે. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 417 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 283 રન બનાવ્યા હતા. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.મોહાલીનું પીસીએ સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે અને તે આશરે 22 વર્ષથી આ મેદાન પર કોઇ ટેસ્ટ મેચ હાર્યુ નથી.