IND Vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ચાર મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં વિરાટ કોહલી પાસે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ભારતમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તોડવાની તક છે. જો કે, કોહલીએ કહ્યું કે, તેના માટે કોઈ રેકોર્ડ મહત્વ નથી રાખતો અને તે માત્ર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત ઈચ્છે છે.


ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતમાં ટીમ ઈન્ડિયાની આ 21ની ટેસ્ટ જીત હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ ધોનીની બરાબરી કરી લીધી છે. જો ટીમ ઈન્ડિયા ડે નાઈટ ટેસ્ટ જીતવામાં સફળ રહેશે તો આ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતમાં 22મી ટેસ્ટ જીત હશે અને તે સૌથી સફળ કેપ્ટન બની જશે.

ધોનીના રેકોર્ડ તોડવાના સવાલ પર કોહલીએ કહ્યું કે, મારા માટે આ રેકોર્ડ મહત્વનો નથી. આ શું કોઈ પણ રેકોર્ડ મારા માટે મહત્વ નથી રાખતો, મારા માટે માત્ર એક જ વસ્તુ મહત્વની છે અને તે ટીમ ઈન્ડિયાની જીત.