IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. લૉર્ડ્સ ટેસ્ટમાં જીત મળ્યા બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે મોટો પડકાર આજની મેચમાં પ્લેઇંગ સિલેક્ટ કરવાનો છે. કેપ્ટન અને કૉચ બન્ને માટે પ્લેઇંગ ઇલેવનમાં કોણે સામેલ કરવા તે મોટી મુશ્કેલી સામે આવી છે.
વિરાટ કોહલીની સામે સૌથી મોટી સમસ્યા પોતાની બૉલિંગ લાઇનઅપને લઇને છે. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.
ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરને ઇજા થવાના કારણે ઇશાન્ત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપ્યો હતો. પરંતુ હવે શાર્દૂલ ઠાકુર એકદમ ફિટ થઇ ચૂક્યો છે, પરંતુ હવે કેપ્ટન કોહલીને સમજમાં નથી આવી રહ્યું કે શાર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા આપવા માટે કયા બૉલરને બહાર બેસાડવો.
અશ્વિનને બહાર રાખવો ખુબ મશ્કેલ-
એટલુ જ નહીં અત્યાર સુધી ઇન્ડિયાએ પોતાના સ્ટાર સ્પીનર આર અશ્વિનને આ સીરીઝમા મોકો નથી આપ્યો. અશ્વિન જેવા ખેલાડીને બહાર રાખવો કોઇપણ કેપ્ટન માટે આસાન કામ નથી. ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને બેટિંગના કારણે તેને પ્રાથમિકતા આપી રહી છે. બેટિંગમાં તો જાડેજા કમાલ કરી રહ્યો છે, પરંતુ બૉલિંગના ફ્રન્ટ પર તેને નિરાશ કર્યા છે. છતાં તેને ત્રીજી ટેસ્ટમાં પણ જાડેજાને જ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.
ટીમ ઇન્ડિયા પોતાના દિગ્ગજ ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણેના ખરાબ ફોર્મના કારણે પણ ચિંતિત છે. બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં જોકે આ બન્ને મહત્વની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા. સૂર્યકુમાર યાદવ પણ હવે ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરી ચૂક્યો છે, અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે. વિરાટ કોહલીની સામે એ પણ મુશ્કેલી છે કે તે આ બન્નેમાંથી કોયા ખેલાડીને બહાર બેસાડવો, કે પછી સૂર્યકુમારને કોઇને બહાર રાખીને ડેબ્યૂનો મોકો આપવો.