નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (Indiavs new zealand) ની વચ્ચે 18 જૂનથી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ રમાવવાની છે. બે વર્ષથી ચાલી રહેલી આ ખાસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ફાઇનલ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો પુરેપુરી રીતે તૈયાર છે.
આઇસીસી (ICC) તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. જેની પહેલી તસવીર પણ રિલીઝ કરી દેવામા આવી છે. બ્લેક કેપ્સ ( new zealand ) પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ ખાસ બૉલની તસવીર શેર કરી છે.
શું છે આ બૉલમાં ખાસ-
ખરેખરમાં, ન્યૂઝીલેન્ડે જે ખાસ બૉલની તસવીર શેર કરી છે, તેમાં ICC WTC final 2021, Indiavs new zealand લખેલુ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. જે ઇંગ્લેન્ડમાં જ બને છે. આ બૉલનો રંગ કૂકાબૂરાની તુલનામાં વધારે ઘાટો હોય છે. બૉલની ચમક લાંબા સમય સુધી યથાવત રહે છે.
કહેવાય છે કે આ બૉલથી બેટિંગ કરવી આસાન નથી હોતી, ડ્યૂક બૉલથી સીમ -ફાસ્ટર બૉલરોને વધુ ફાયદો થાય છે. કૂકાબૂરાની તુલનામાં આના વજન અને આકારમાં પણ અંતર હોય છે. ઇંગ્લેન્ડના વાતાવરણમાં આ બૉલથી બેટિંગ કરવી આસાન નહીં રહે. ખાસ વાત છે કે ભારતમાં એમજી બૉલથી ટેસ્ટ મેચ રમાય છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ક્રિકેટ રમનારા મોટાભાગના દેશો કૂકાબૂરા બૉલથી જ ટેસ્ટ મેચ રમે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝમાં ડ્યૂક બૉલનો ઉપયોગ કરવામાં આવે છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન સ્પીનર અનિલ કુંબલે હંમેશા કહ્યાં કરતા હતા કે આજ ટેસ્ટ ક્રિકેટની સુંદરતા છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ હવામાન અને બૉલથી ક્રિકેટ રમાય છે. આનાથી ક્રિકેટરોને તે પ્રમાણે ઢળવુ પડતુ હોય છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને ક્રિકેટને અલવિદા કહેવા માગે છે આ દિગ્ગજ ખેલાડી.......
ભારત વિરુદ્ધ ફાઇનલ મેચ પહેલા બીજે વાટલિંગે સ્ટફ ડૉટ કૉમ ડૉટ ન્યૂઝીલેન્ડને કહ્યું- મને આ મેચનો ઇન્તજાર છે. આ ખુબ રોચક હશે અને આ મેચમાં શાનદાર પ્રદર્શનની કોશિશ કરીશ. જોકે હું તે રીતે જઇશ જેમ બાકીની અન્ય ટેસ્ટ માટે જઇએ છીએ. મારો ટાર્ગેટ જીતનો જ હશે. વાટલિંગ અનુસાર, તેની આ 75મી અને છેલ્લી ટેસ્ટ હશે. કમરની ઇજાના કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા અઠવાડિયે બીજી ટેસ્ટમાંથી બહાર રહેલા વાટલિંગે આ મુખ્ય મેચ માટે ટીમમાં વાપસી કરી છે.