IND Vs NZ WTC 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઉથેમ્પ્ટનમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે સ્પીનર્સને જગ્યા આપી છે. ફાસ્ટ બૉલરો માટે મદદરૂપ સ્થિતિમાં ભારતે બે સ્પીનર્સની સાથે રમવાનો ફેંસલો કર્યો છે, આ ફેંસલા પર સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે. પરંતુ ભારતના પૂર્વ લેફ્ટ આર્મ સ્પીનર દિલીપ જોશીએ બે સ્પીનર્સ સાથે મેદાનમાં ઉતારવાના ફેંસલાને સારો દાંવ ગણાવ્યો છે. 


દિલીપ જોશીનુ માનવુ છે કે ફાઇનલ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મોટી હશે. દોશી ભારતનો એવો ખેલાડી જેને અન્ય ભારતીયોની તુલનામાં ઇંગ્લેન્ડમાં વધુ ક્રિકેટ રમી છે. દોશીએ કહ્યું- દરેક રન માટે લડવુ પડશે, મને લાગે છે કે જાડેજા અને અશ્વિનની ભૂમિકા આ મેચમાં મોટી હશે. 


ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગમાં 217 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ છે. દોશીએ ન્યૂઝીલેન્ડના બૉલરોની જબરદસ્ત પ્રસંશા કરી છે. દોશીએ કહ્યું- ન્યૂઝીલેન્ડ માટે અહીં ઘર જેવુ વાતાવરણ છે, કીવી બૉલરોએ સારી બૉલિંગ કરી અને ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવ્યુ. 


ભારતે 71 રનની અંદર ગુમાવી 7 વિકેટ -
દોશીએ જોકે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રહાણેની બેટિંગની પણ પ્રસંશા કરી, તેમને કહ્યું- આ કઠીન વાતાવરણમાં પણ રોહિત શર્મા, કોહલી અને રહાણેએ બેસ્ટ કર્યુ જ્યારે શુભમન ગીલે પણ છાપ છોડી. 


ઉલ્લેખનીય છે કે, બીજા દિવસની રમત પુરી થઇ ત્યારે ભારત ત્રણ વિકેટ ગુમાવીને 146 રન બનાવી શક્યુ હતુ. ત્યારે એવુ લાગી રહ્યું હતુ કે ભારત ન્યૂઝીલેન્ડની સામે મોટો સ્કૉર કરી શકે છે. પરંતુ ત્રીજા દિવસમાં ભારતીય ટીમ પુરેપુરી લથડી પડી, અને પોતાની છેલ્લી 7 વિકેટો માત્ર 71 રનની અંદર ગુમાવી દીધી. 


ભારતીય બેટ્સમેનોને કાઇલ જેમીસનની સામે સૌથી વધુ પરેશાની જોવા મળી. કાઇલ જેમીસને 22 ઓવરમાં 12 મેડન ફેંકી અને 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.