જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર
abpasmita.in | 26 Aug 2019 04:38 PM (IST)
બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે જ ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે.
નવી દિલ્હીઃ ભારતે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એન્ટીગુઆ ખાતે 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતા વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. જે વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે સૌથી ઓછો સ્કોર હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે જ ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો હતો. બુમરાહે બીજી ઇનિંગમાં સાત રન આપી પાંચ વિકેટ ઝડપી. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે. આ ઉપરાંત સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. બુમરાહ પહેલા આ રેકોર્ડ વેંકટપતિ રાજુના નામે હતો. રાજુએ 1990માં શ્રીલંકા સામે ચંજીગઢમાં 12 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હરભજન સિંહે 2006માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 13 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બુમરાહનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટ ઈનિંગમાં ચોથા નંબરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. વિશ્વ ક્રિકેટમાં ત્રણ જ ખેલાડીઓ ટેસ્ટ ઈનિંગમાં સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપી ચુક્યા છે. 1947માં ઓસ્ટ્રેલિયાના એની ટોશૈકે ભારત સામે 2 રનમાં 5 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના જેર્મેન લાર્સને 2006માં બાંગ્લાદેશ સામે 3 રનમાં 6 વિકેટ ખેરવી હતી. 1932માં ઓસ્ટ્રેલિયાના બર્ટ આઈરનમૉન્ગરે મેલબર્નમાં સાઉથ આફ્રિકા સામે 6 રનમાં 5 વિકેટ લીધી હતી. શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણBLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે