કૃણાલ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર શ્રેષ્ઠ દેખાવ કરનારો સ્પિનર બન્યો, જાણો કયા-કયા દિગ્ગજ ખેલાડીઓની કરી બરાબરી
કૃણાલ પંડ્યાએ આ સાથે અજંથા મેન્ડિસ અને આર. અશ્વિન જેવા દિગ્ગજ સ્પિનરોની બરોબરી કરી લીધી છે. કૃણાલે ટી-20ની ઈનિંગમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં દિગ્ગજોની બરોબરી કરી હતી.
આ અગાઉનો રેકોર્ડ મેક્સવેલના નામે હતો. તેણે 7 ફેબ્રુઆરી 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે હોબાર્ટમાં રમાયેલી મેચમાં બે ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
બરોડાના 27 વર્ષના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામેની સીડની ટી-20માં માત્ર 36 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર શ્રેષ્ઠ દેખાવ કરનારો સ્પિનર બની ગયો હતો. આ પહેલા કોઈ પણ સ્પિનર ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 મેચની ઈનિંગમાં ચાર કે વધુ વિકેટ ઝડપી શક્યો નથી.
વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ કાંડાનું કૌવત બતાવતા મેક્સવેલ 13 રને રોહિત શર્માના હાથે બાઉન્ડ્રી પર કેચ આઉટ કરાવતા ઓસ્ટ્રેલિયાની જંગી સ્કોર બનાવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ પછી કારેય પંડ્યાનો ચોથો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15.5 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 119 રન જતાં જંગી સ્કોરની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી.
ત્યાર બાદ લીન અને મેક્સવેલની જોડીએ સ્કોરને 73 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 10મી ઓવરમાં કૃણાલ પંડ્યા ત્રાટક્યો હતો અને તેણે સતત બે બોલમાં શોર્ટ (૩3) અને મેક્ડેરમોટ્ટ (૦) રને આઉટ કરતાં 73/1ના સ્કોરમાંથી યજમાનો 73/3 પર ફસડાયા હતા.
સીડની: ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે ટોસ જીતીન પ્રથણ બેટીંગ પસંદ કરી હતી. શોર્ટ અને ફિન્ચની જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ફિન્ચને 28 રનના સ્કોર પર કુલદીપ યાદવે આઉટ કર્યો હતો.