Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ભારતનો મેડલનો સિલસિલો યથાવત છે. ભારતે વધુ ત્રણ મેડલ એક સિલ્વર અને બે બ્રોન્ઝ પોતાના ખાતામાં ઉમેર્યા છે.


અજય કુમારે પુરૂષોની 400M-T64 ઈવેન્ટમાં 54.85 ના નોંધપાત્ર ક્લોકિંગ સમય સાથે ભારત માટે વધુ એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.






વિમેન્સ ક્લબ થ્રો - F32/51 ઇવેન્ટમાં એકતા ભ્યાને બ્રોન્ઝ મેળવ્યો, 21.66 મીટરના થ્રો સાથે તેણીની અવિશ્વસનીય કુશળતા પ્રદર્શિત કરી.






ગજેન્દ્ર સિંહે કેનો મેન્સ VL2 ઈવેન્ટમાં 1:01.084નો સમય પૂરો કરીને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.






પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પર્ધાના બીજા દિવસે 24 ઓક્ટોબરે પ્રાચી યાદવે ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. એટલું જ નહીં તેના પતિ મનીષ કૌરવે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી. પ્રાચીના પતિ મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


ભારતે પહેલા જ દિવસે પોતાના પ્રદર્શનથી બતાવી દીધું કે તેઓ કોઈથી ઓછા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા એથ્લેટ્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે ટ્વિટ કરીને તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અપેક્ષા મુજબ, ભારતે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં સૌથી વધુ 11 મેડલ જીત્યા. જેમાં પાંચ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. આ પહેલા દિવસે પ્રણવ સુરમાએ મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.