એબી ડિવિલિયર્સ અને ધોનીને પછાડી કોહલીએ વનડેમાં બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વનડેમાં પ્રથમ ઈનિંગમાં કોહલીએ વધુ એક વિશ્વ રેકોર્ડ નોંધાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા એબી ડીવિલિયર્સ 60 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. જ્યારે હાલમાંજ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કરનાર ભારતનો પૂર્વ કેપ્ટ મહેન્દ્રસિંહ ધોનીએ 70 ઈનિંગ્સમાં ત્રણ હજાર રન પૂર્ણ કર્યા હતા અને સૌરવ ગાંગુલીએ 74 ઈનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.
કેપ્ટન તરીકે વિરાટ કોહલી સૌથી ઓછી ઈનિંગ્સમાં ત્રણ હજાર પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ ઓ રેકોર્ડ બનાવી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી દીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન કોહલી દુનિયામાં સૌથી ઓછી ઈનિંગ્સમાં ત્રણ હજાર પૂર્ણ કરનારો કેપ્ટન બની ગયો છે. કોહલીએ કેપ્ટન તરીકે 49મી ઈનિંગ્સ રમતી વખતે આ રેકોર્ડ નોંધાવ્યો છે. કોહલીએ આ વનડેમાં 72 બોલમાં 71 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -