ક્રિકેટ અને ક્રિકેટર્સનાં ઘણાં જ નજીક રહેલા જેટલી આજે ભલે દુનિયાને અલવિદા કહી ગયા હોય પરંતુ તેમના કાર્યોને ભૂલવા મુશ્કેલ છે. ખેલાડીઓની વચ્ચે પણ જેટલીને ઘણું બનતું હતું. નઝફગઢનાં નવાબ વિરેન્દ્ર સેહવાગે તો પોતાની વેડિંગ સેરેમની જ અરૂણ જેટલીનાં સરકારી બંગલામાં કરી હતી. તે સમયે અરૂણ જેટલી કાયદા મંત્રી હતાં. 9 અશોક રોડ સ્થિત જેટલીનો સરકારી બંગલો હતો. તે સમયે જેટલી દિલ્લીની કૈલાશ કોલોનીમાં રહેતા હતા.
એક સમયે DDCA ભ્રષ્ટાચાર મામલે જ્યારે અરૂણ જેટલી ઘેરાયા હતા ત્યારે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે જેટલીનું સમર્થન કર્યું હતુ. સેહવાગે ટ્વિટ કર્યું હતુ કે, ‘ડીડીસીએમાં મારા સમયમાં જ્યારે મને કોઈ ખેલાડીનાં અચાનક સિલેક્શનની ખબર પડતી હતી તો હું ઈચ્છતો હતો કે જેટલીને જાણકારી આપું.