કબડ્ડી વર્લ્ડકપઃ સેમિફાઇનલમાં થાઇલેન્ડને હરાવી ભારત ફાઇનલમાં, ઇરાન સામે ટકરાશે
abpasmita.in | 22 Oct 2016 11:47 AM (IST)
નવી દિલ્લીઃ કબડ્ડી વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં થાઇલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે 53 પોઇન્ટના વિશાળ અંતરથી થાઇલેન્ડને સેમિફાઇનલમાં હાર આવી હતી. ભારતે થાઇલેન્ડને 72-20થી હાર આપી હતી. કબડ્ડી વર્લ્ડકપની ફાઇનલમાં ભારતનો મુકાબલો ઇરાન સામે થશે. પ્રથમ હાફમાં ભારતે થાઇલેન્ડ પર દબાણ બનાવ્યુ હતું. ભારતે ફર્સ્ટ હાફમાં 36-8થી લીડ મેળવી હતી. ભારતે થાઇલેન્ડ પર દબાણ ચાલુ રાખ્યુ હતું. ભારત તરફથી પરદીપ નરવાલ અને અજય ઠાકુરે સુપર-10 હાંસલ કર્યુ હતું.