Asian Games: ભારતને મળ્યા અત્યાર સુધી 59 મેડલ, ગઇ વખત કરતા નીકળ્યા આગળ
18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 59 છે, જેમાં 13 ગૉલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રૉન્ઝ મેડલ સાથે પૉઇન્ટ ટેબલમાં ભારત 8મા સ્થાને રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સના 12મો દિવસે ભારત માટે શાનદાર રહ્યો. આ દિવસે ભારતના ખાતામાં 2 ગૉલ્ડની સાથે કુલ પાંચ મેડલ આવ્યા, પણ સૌથી મોટી નિરાશા પુરુષ હોકીમાં મળી, આમાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં મલેશિયાના હાથે હારીને ગૉલ્ડ બચાવવાના અભિયાનથી ચૂકી ગઇ.
એથલેટિક્સ ઇવેન્ટ માટે છેલ્લા દિવસે ભારતીય એથલિટોએ સાત મુકાબલાઓમાં મેડલ માટે જોર અજમાયું હતું અને પાંચમાં એથલિટોએ ભારતના ખાતામાં મેડલ નાંખ્યા હતા. મહિલાઓએ 4 ગણી 400 રિલે ટીમમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા પાંચમીવાર ગૉલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો.
આની સાથે જ ભારતે અત્યાર સુધી 59 મેડલ જીતીને ઇંચિયોન એશિયન ગેમ્સ-2014ને પાછળ પાડી દીધી છે. ગઇ વખતની એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં કુલ 57 મેડલ આવ્યા હતા. સાથે જ ભારત અત્યાર સુધી ગૉલ્ડ મેડલ જીતીને ઇંચિયોનના પ્રદર્શનથી આગળ નીકળી ગયું છે. ઇંચિયોનમાં 11 ગૉલ્ડ મળ્યા હતા. 1951ની એશિયન ગેમ્સમાં ભારતે સર્વાધિક 15 ગૉલ્ડ મેડલ જીત્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -