Ravi Shastri Test Positive: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. કાલે સાંજે કૉચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લૉ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. જે પછી બીસીસીઆઇની મેડિકલ ટીમે સાવધાની રાખવા માટે હેડ કૉચ રવિ શાસ્ત્રી સહિત ચાર સભ્યોને આઇસૉલેટ કરી દીધા છે. હવે આજે રવિ શાસ્ત્રીનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.


બીસીસીઆઇએ આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપીસ્ટ નીતિન પટેલને અગમચેતીના ભાગ રૂપે આઈસોલેશનમાં મોકલી દીધા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. બીસીસીઆઇએ બતાવ્યુ કે તેમનો આરટી-પીસીઆઇ ટેસ્ટ થયો હતો, અને બાદમાં આજે તેમનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હાલ કૉચને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. તે ટીમ ઇન્ડિયાની સાથે ત્યા સુધી યાત્રા નહીં કરે જ્યાં સુધી મેડિકલ ટીમ પાસેથી પુષ્ટી ના મળે.


 






હાલમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આવામાં ટીમના સભ્યોમાં કોરોનાની એન્ટ્રી ચિંતાજનક છે. જોકે, કોઇ અન્ય ખેલાડીને આનો ચેપ લાગ્યો હોય તેવા સમાચાર નથી મળ્યા. 




રોહિત અને પુજારા ઇજાગ્રસ્ત
ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાને તગડો ઝટકો લાગી શકે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર વધુ ઝડપથી નિર્ણય આવી શકે છે. ટીમ ઇન્ડિયા તરફથી બન્ને ખેલાડીઓની ફિટનેસ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે કહ્યું કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર સ્થિતિ સોમવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ શકે છે. 


વિક્રમ રાઠૌરે બન્ને ખેલાડીઓના સ્કેન વિશે પણ જાણકારી આપી. બેટિંગ કૉચે કહ્યું- રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બન્નેને સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે બેટિંગ કર્યા બાદા રોહિત અને પુજારા બન્ને તકલીફમાં દેખાયા હતા. સોમવાર સાંજ સુધી બન્ને ખેલાડીઓના સ્કેન રિપોર્ટ સામે આવી જશે. 


મેચની વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં જીત માટે 368 રનોનુ લક્ષ્ય આપ્યુ છે. આના જવાબમાં ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટ ગુમાવે 77 રન બનાવી લીધા છે.