ભારત-વિન્ડીઝ વચ્ચે 21મીથી વન-ડે તથા ટી-20 સીરિઝ, જાણો આખો કાર્યક્રમ અને ક્યાં થશે પ્રસારણ તેની વિગતો
વન ડે શ્રેણી અને T20 શ્રેણીનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. આ તમામ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.
વન ડે શ્રેણી સમાપ્ત થયા બાદ બંને ટીમો બે મેચની T20 શ્રેણી રમશે. પ્રથમ T20 6 નવેમ્બરે લખનઉમાં અને બીજી T20 11 નવેમ્બરે ચેન્નાઈમાં રમાશે. T20 મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.
પાંચમી અને અંતિમ વન ડે 1 નવેમ્બરે થિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચ ડે નાઇટ હોવાથી બપોરે 2 વાગે શરૂ થશે.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં, બીજી વનડે 24 ઓક્ટોબરે ઈન્દોરમાં, ત્રીજી વનડે 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી વન ડે 29 ઓક્ટોબરે મુંબઈમાં રમાશે.
નવી દિલ્હીઃ ટેસ્ટ શ્રેણીમાં પ્રવાસી ટીમ વેસ્ટ ઈન્ડિઝનો 2-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ ભારતીય ટીમ હવે વનડે અને T20 શ્રેણી માટે સજ્જ થઈ ગઈ છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 વન ડે તથા 2 T20 રમાશે. 21 ઓક્ટોબરથી બંને વન ડે શ્રેણી રમશે.