શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરિઝને 2-0થી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હિસાબ બરાબર કરવા મેદાનમાં ઉતરશે. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ સિરીઝને પોતાના નામે કરવા આત્મવિશ્વાસ સાથે ભારતને જબરદસ્ત ટક્કર આપશે. જોકે આ સિરીઝ કોણ જીતશે તેને લઈ ક્રિકેટ જગતના એક દિગ્ગજ ખેલાડીએ ભવિષ્યવાણી કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, ભારત હિસાબ બરાબર કરવા બેતાબ હશે જ્યારે આત્મવિશ્વાસથી ભરેલ ઓસ્ટ્રેલિયા મંગળવારે શરૂ થનારી ઈન્ટરનેશનલ વન-ડે સિરીઝને 2-1થી પોતાના નામે કરશે. ઘરેલુ સત્રમાં શાનદાર પ્રદર્શન કરી આરોન ફિંચની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયા ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ઘરેલુ સત્રમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીતી છે. બીજી તરફ ભારત પણ ગત વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલું મેદાન પર 2-3થી સિરીઝ ગુમાવ્યાનો હિસાબ બરાબર કરશે.

રિપોર્ટ પ્રમાણે પ્રમાણે, રિકી પોન્ટિંગે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પ્રશંસક દ્વારા ઈન્ટરનેશનલ વન-ડે સિરીઝના પરિણામને લઈ પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા પોન્ટિંગે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા આ શ્રેણી સિરીઝ જીતશે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે સિરીઝ રમશે. જેની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 14 જાન્યુઆરીએ રમાશે.