Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ
સ્ટિવ સ્મિથની મળી વહેલી વિકેટઃ ટીમ ઈન્ડિયાને પ્રથમ બે વન ડેમાં ધરખમ ફોર્મ ધરાવતાં અને સતત બે મેચમાં સદી ફટકારી ચુકેલા સ્ટિવ સ્મિથની વહેલી વિકેટ મળી હતી. સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન ફિંચે ધીરજપૂર્વક બેટિંગ કરવાની ફરજ પડી હતી અને સામે છેડેથી બેટ્સમેનો છૂટથી રન નહોતા લઈ શકતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલર્સની શાનદાર બોલિંગઃ ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સ્ટિવ સ્મિથની વિકેટ લેવા સહિત મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન ટી નરટાજને પણ ભારતને 25 રનના સ્કોર પર પ્રથમ સફળતા અપાવવા સહિત મેચમાં બે વિકેટ ઝડપી હતી. આક્રમક અંદાજમાં રમતો ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાને સરળતાથી જીતાડી દેશે તેમ લાગતું હતું ત્યારે જ બુમરાહે શાનદાર યોર્કર નાંખીને વિકેટ લીધી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બુમરાહે મેચમાં કુલ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ફિંચને નિર્ણાયક તબક્કે આઉટ કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
પંડ્યા-જાડેજાની ધમાકેદાર બેટિંગઃ પ્રથમ બેટિંગ કરતાં ભારતે એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ અહીંથી બે ગુજરાતીએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. હર્દિક પંડ્યાએ 76 બોલમાં અણનમ 92 રન અને જાડેજાએ 50 બોલમાં નોટ આઉટ રહીને 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં છઠ્ઠી વિકટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે. બંનેએ 108 બોલમાં 150 રન ઉમેર્યા હતા.
કેનબરાઃ ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની કેનબરામાં રમયેલી અંતિમ મેચમાં ભારતનો 13 રનથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 303 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વન ડેમાં ભારતની હાર થઈ હોવાથી ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ વોશથી બચવા આ મેચ જીતવી જરૂરી હતી. આ મેચમાં ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો જવાબદાર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -