INDvAUS: ગાંગુલી-સચિનની અણગમતી ક્લબમાં સામેલ થયો ભુવનેશ્વર કુમાર, જાણો વિગત
ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડકપ જીતાડનારો યુવરાજ સિંહ છે. તેણે 266મી મેચમાં 100મી વિકેટ લીધી હતી. ચોથા નંબર પર ટીમ ઈન્ડિયાનો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી છે. તેણે 100મી વન ડેમાં 100મી વિકેટ લીધી હતી.
છઠ્ઠા નંબર પર સંયુક્ત રીતે રવિન્દ્ર જાડેજા અને વેંકટેશ પ્રસાદ છે. બંનેએ તેમની 85મી મેચમાં 100મી વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવી હતી.
આ યાદીમાં પ્રથમ નંબર પર ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે. તેણે કરિયરની 308મી વન ડેમાં આ અણગમતી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. બીજા નંબર પર ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર છે. તેણે 268મી વન ડેમાં 100મી વિકેટ ઝડપી હતી.
સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાઇ રહેલી ત્રણ મેચની સીરિઝની પ્રથમ વન ડેમાં ભારતને પહેલી સફળતા અપાવી હતી. ભુવનેશ્વરે કાંગારુ ટીમના કેપ્ટન એરોન ફિંચને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ સાથે જે તેણે વન ડે ક્રિકેટમાં એક વ્યક્તિગત ઉપલબ્ધતા હાંસલ કરી હતી.
ભુવનેશ્વર ભારત તરફથી વન ડે ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનારો 18મો બોલર બની ગયો છે. ભુવનેશ્વરે 96મી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જ ભારત તરફથી સૌથી ધીમી ગતિએ 100 વિકેટ લેનારા ટોપ 5 બોલરની યાદીમાં સામેલ થઈ ગયો છે.