INDvAUS: ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગત
સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ સિડનીમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પૂજારા 122 બોલમાં 40 રન બનાવી મેદાનમાં છે. આ દરમિયાન પૂજારાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયામાં ભારતે રમેલી ટેસ્ટ શ્રેણીમાં 1000 કે તેથી વધારે બોલનો સામનો કરનારો પૂજારા પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. પૂજારાએ આજની મેચમાં આ સીમાચિહ્ન મેળવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે બોલનો સામનો કરવામાં રાહુલ દ્રવિડ મોખરે છે. તે 2003-04ની સીરિઝમાં 1203 બોલ રમ્યો હતો. બીજા નંબરે રહેલા વિજય હઝારેએ 1947-48માં 1192 બોલ, ત્રીજા નંબરે રહેલા વિરાટ કોહલીએ 2014-15માં 1093 બોલ અને 1977-78માં સુનીલ ગાવસ્કરે 1032 બોલનો સામનો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -