મુંબઈઃ માયાનગરી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મકરસંક્રાતિના દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે ક્રિકેટના ભગવાન ગણતા સચિન તેંડુલકરના ઘરઆંગણે તેના જ એક મોટા રેકોર્ડની બરાબરી કરવાની પણ તક છે.


સચિન તેંડુલકરે 463 વન ડેમાં 49 સદી ફટકારી છે. જેમાંથી 20 સદી તેણે રન ચેઝ કરતી વખતે ફટકારી છે. કોહલી 242 વન ડેમાં 43 સદી લગાવી ચુક્યો છે, આ દરમિયાન તેણે 19 સદી લક્ષ્યાંક હાંસલ કરતી વખતે મારી છે. જો આવતીકાલની વન ડેમાં ભારત બીજી બેટિંગ કરે અને કોહલી સદી મારે તો તે સચિનના વધુ એક રેકોર્ડની બરાબરી કરી શકે તેમ છે.


ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ કાર્યક્રમ

પ્રથમ વન ડેઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 14 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી

બીજી વન ડેઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ, 17 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી

ત્રીજી વન ડેઃ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, 19 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી

ભારતે ઓસ્ટ્રેલિયા સામે જાહેર કરેલી વન ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી.