નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીના હોમગ્રાઉન્ડ રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ભારતીય ટીમની 32 રનથી હાર થઈ હતી. પ્રથમ બે વન ડે ભારત જીત્યું હતું અને ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા જીતતા ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. મોહાલીમાં રમાનારી ચોથી વન ડે જીતીને ભારતીય ટીમ સીરિઝ જીતવાનો પ્રયત્ન કરશે.

વાંચોઃ આર્મી કેપ પહેરીને રમવા બદલ પાકિસ્તાનના મંત્રીએ BCCIને આપી દીધી ખુલ્લી ધમકી

ચોથી વન ડેમાં ભારતીય ટીમમાં ત્રણથી ચાર ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના નિયમિત વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીને આગામી બે વન ડે માટે આરામ આપવામાં આવ્યો છે. તેથી તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ થશે.


ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના સ્થાને લોકેશ રાહુલનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલને પણ તક મળી શકે છે.

વાંચોઃ વિરાટ કોહલીએ એબી ડિવિલયર્સને પાછળ છોડી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ  

અલ્પેશ ઠાકોરે કર્યો મોટો ધડાકો, 'હું પણ મંત્રી બનવા માંગતો હતો', જુઓ વીડિયો


રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણઃ જવાહર ચાવડા અને અન્ય બે ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ, જુઓ વીડિયો