✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

INDvAUS: પંતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 10:41 AM (IST)
1

ઉપરાંત રિષભ પંતે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે કેચ લેવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2009માં ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 6 કેચ ઝડપ્યા હતા.

2

6 કેચ પકડવાની સાથે જ રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં એક ઈનિંગમાં સૌથી વધારે કેચ પકડનારો ભારતીય વિકેટકિપર બની ગયો છે. આ પહેલા ધોનીએ 2008માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં 5 કેચ લીધા હતા.

3

એડિલેડઃ ભારતીય બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 235 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 15 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિડ હેડે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી 250 રન બનાવ્યા હતા.

4

આ મુકાબલામાં ભારતના યુવા વિકેટકિપર રિષભ પંતે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. પંતે વિકેટકિપર તરીકે 6 કેચ ઝડપ્યા હતા. પંતે ઉસ્માન ખ્વાજા, પીટર હેંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડના કેચ પકડી તેમને પેવેલિયન મોકલ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • INDvAUS: પંતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.