હાલમાં ભારતીય ટીમને સેમિ ફાઇનલ પ્રવેશ માટે કોઇ ખાસ દબાણ નથી કેમકે ભારત 7 મેચમાં 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે, અને રનરેટ પણ સારી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરો સમાન છે. બાંગ્લાદેશની ટીમ 3 જીત અને 3 હાર સાથે 7 પૉઇન્ટ સાથે છે. જો બાંગ્લાદેશની ટીમને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો આજે ભારત અને આ પછીની પાકિસ્તાન સામેની મેચ જીતવી પડે તેમ છે.
આજની મેચમાં એઝબેસ્ટૉન મેદાનની સ્થિતિને જોતા ભારત કેદાર જાધવ અને યુજવેન્દ્ર ચહલને બહાર બેસાડી શકે છે, આમની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવામાં આવી શકે છે.