IND vs ENG: પાંચમી અને અંતિમ ટેસ્ટ આજે, ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે Live ટેલિકાસ્ટ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના હાથે સીરીઝ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ શુક્રવારે શરૂ થઇ રહેલા પાંચમી ટેસ્ટમાં આબરુ બચાવવા ઉતરશે. ટીમ ઇન્ડિયા છેલ્લી ટેસ્ટ જીતીને સીરીઝનું સમાપન કરવા ઇચ્છશે. પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડે ભારત સામે 3-1થી જીતીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. જાણો ક્યારે અને ક્યાંથી થશે અંતિમ ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ.
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્યે રહાણે, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કરુણ નાયર, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, રવિન્દ્ર અશ્વિન, હનુમા વિહારી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.
આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલ મેદાન પરથી બપોરે 3.30 કલાકે કરાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે.
આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે. સાથે Sony LIV પર સ્ટ્રીમિંગ જોઈ શકાશે. આ ટૂર્નામેન્ટનું સત્તાવાર પ્રસારણકર્તા છે.