IND Vs ENG: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ભૂંડી હાર બાદ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફર્યો હતો. જે બાદ રહાણેએ કેપ્ટનશિપ કરી હતી અને ભારતને 2-1થી સીરિઝ જીતાડી હતી.

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોહલીના નામે ચાર ટેસ્ટ હારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તેની કેપ્ટનશિપમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ, ઓસ્ટ્રેલિયાના એડિલેડ તથા ભારતના ચેન્નઈમાં ટેસ્ટ મે મેચ ગુમાવી ચુક્યું છે.



ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ઘરઆંગણે હાર બાદ ફરી એક વખત રહાણેને કેપ્ટન બનાવવાની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી છે. આ અંગેના ઘણા ટ્વિટ ભારતની હાર બાદ થઈ રહ્યા છે. જેમાં લોકો વિરાટ કોહલીના કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેમકે છેલ્લી ઘડીએ કુલદીપ યાદવને બહાર રાખવો, ખરાબ ફિલ્ડિંગ, રિવ્યૂમાં નિષ્ફળતા, બોલરનો અયોગ્ય ઉપયોગ જેવા અનેક નિર્ણયો સામેલ છે.



22 વર્ષમાં ચેન્નાઇમાં ટીમ ઈન્ડિયા  પ્રથમ વખત હાર્યુ હતું. આ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999 માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યુ નહોતું.

યૂઝર્સે લખ્યું,  અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયામાં નેટ બોલરો અને ટી -20 બેટ્સમેનોથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વિરાટ કોહલી ઈંગ્લેન્ડને તેના ટોચના બોલરો અને બેટ્સમેનથી હરાવી શકતો નથી. આ હાસ્યાસ્પદ બની રહ્યું છે. કોહલીનું બેંગ્લોર દરેક વખતે આઈપીએલમાં છેલ્લું સ્થાન મેળવ્યું છે. તેની કેપ્ટનશિપમાં દમ નથી તેના આ પુરાવો છે.