IND v ENG: ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ ખેલાડી, જાણો વિગત
લંડનઃ ધ રોસ બોલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ઈંગ્લેન્ડનો ઓપનર અને દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂક ભારત સામે 30 ઓગસ્ટથી શરૂ થતી ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૂકની પ્રથમ બાળકી એલ્સાઈનો જન્મ વર્ષ 2014માં થયો હતો. કૂક જ્યારે 2016-17માં બાંગ્લાદેશ પ્રવાસ પર હતો ત્યારે બીજી દીકરી ઈસોબેલનો જન્મ થયો હતો.
કૂકના સ્થાન પર સરે તરફથી રમતા રોરી બર્ન્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. રોરી ઓપનિંગ બેટ્સમેન તરીકે કાઉન્ટી ક્રિકેટમાં રનના ઢગલા કરી રહ્યો છે.
એલિસ્ટર કુકનું ફોર્મ પણ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં કંઈ ખાસ રહ્યું નથી. તે અત્યાર સુધી સીરિઝમાં રમેલી 6 ઈનિંગમાં ફ્લોપ રહ્યો છે. સીરિઝમાં તેણે 13, 0, 21, 29, 29, 17 રન જ બનાવ્યાં છે.
ડેઈલી મેલના રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ મેનેજમેન્ટ એવી આશા રાખી રહ્યું છે કે બાળકના જન્મને ધ્યાનમાં રાખીને કૂકને ચોથી અને મહત્વની ટેસ્ટમાં રમવાની મંજૂરી પણ આપવામાં આવી શકે છે. જો કૂક ટેસ્ટ મેચ નહીં રમે તો તેનો સળંગ 157 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ તુટી જશે.
કૂક ભારત સામેની ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે. કૂક અને તેની પત્ની એલિસ ગુરુવાર, 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી સાઉથમ્પટન ટેસ્ટના દિવસે જ ત્રીજા બાળકની આશા રાખી રહ્યા છે. આ અવસર પર એલિસ્ટર કૂક તેના પરિવાર સાથે હોઈ શકે છે અને તેના કારણે ભારત સામે રમાનારી ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -