નવી દિલ્હીઃ આજે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા યજમાન ઇગ્લેન્ડ સામે ટકરાશે. સેમિફાઇનલમાં  પહોંચવા માટે ઇગ્લેન્ડ માટે આજની મેચ કરો યા મરો સમાન છે. જો ઇગ્લેન્ડ ભારત સામે હારી જાય તો વર્લ્ડકપમાંથી ફેકાઇ જશે અને જો ઇગ્લેન્ડ જીતી જાય તો પાકિસ્તાન વર્લ્ડકપમાંથી ફેંકાઇ જશે. જોકે, ભારતનો પ્રયાસ રહેશે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરે. જોકે, વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં અજેય રહેલી ટીમ ઇન્ડિયા માટે આજની મેચમાં વિજય મેળવવો મુશ્કેલ રહેશે. યજમાન ઇગ્લેન્ડની ટીમ મજબૂત દેખાઇ રહી છે. જોકે, ઇગ્લેન્ડની ટીમની છેલ્લી મેચોમાં  પ્રદર્શન ખરાબ રહ્યુ છે.

ઇગ્લેન્ડનો બેટિંગ ક્રમ મજબૂત છે. ઇગ્લેન્ડના તમામ બેટ્સમેનોએ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યં છે. જોકે,  ઇગ્લેન્ડ છેલ્લી બે મેચમાં જીત માટે મળેલા લક્ષ્યાંકને પાર કરી શકી નથી. ઇગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટો, જો  રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી જેવા બેટ્સમેન છે જે એકલા હાથે મેચનું પાસુ પલટી શકે છે. તે સિવાય બોલિગની વાત કરવામાં આવે તો જોફ્રા આર્ચર આ ટુનામેન્ટમાં વિકેટ લેવામાં  ટોપ 3માં સામેલ છે.

જોકે,ટીમ ઇન્ડિયા પાસે શાનદાર બોલરો છે પરંતુ ટીમ ઇન્ડિયા માટે મધ્યમક્રમ ચિંતાનો વિષય છે. ટીમ વિરાટ  કોહલી અને રોહિત શર્મા પર વધુ મદાર રાખે છે. વિજય શંકર, કેદાર જાધવ, ધોનીની બેટિંગ ચિંતાનો વિષય છે.