IND V ENG: આજથી બીજી ટેસ્ટ, પૂજારાને મળી શકે છે તક, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે પ્રસારણ
લોર્ડ્સ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 ઓગસ્ટથી ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કેટલાક બદલાવ કરી શકે છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ટેસ્ટના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ અંગ્રેજી કૉમેન્ટ્રીમાં Sony Six અને Sony Six Hd પર જ્યારે હિન્દી કોમેન્ટ્રી SONY TEN 3 અને SONY TEN 3 HD પર જોઈ શકાશે થશે. Sony LIV પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને જોતા ટીમ ઇન્ડિયામાં બદલાવ જોવા મળી શકે છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજય બન્ને ઇનિંગમાં રન બનાવી શક્યા નહતા. લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે અને વિકેટકીપર દિનેશ કાર્તિક પણ ફ્લોપ રહ્યાં હતા. એવામાં કેપ્ટન વિરાટ કોહલી ચેતેશ્વર પૂજારાનો સમાવેશ કરી શકે છે.
આ ઉપરાંત ભારત બે સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઈંગ્લેન્ડને સરપ્રાઇઝ આપવા ભારત કુલદીપ યાદવને પણ તક આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -