આ અંગ્રેજ બોલરે આપી ચેલેન્જ, કહ્યુ- હું વિરાટ કોહલીને આઉટ કરીશ
abpasmita.in | 29 Jun 2019 05:24 PM (IST)
વર્લ્ડકપમાં આવતીકાલે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા ટકરાશે. આ મેચ અગાઉ ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી છે
લંડનઃ વર્લ્ડકપમાં આવતીકાલે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા ટકરાશે. આ મેચ અગાઉ ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી છે. આ બોલરે કહ્યુ છે કે આવતીકાલની મેચમાં હું કોહલીને આઉટ કરીશ. આ બોલર અન્ય કોઇ નહી પરંતુ ઇગ્લેન્ડનો ઓફ સ્પિનર મોઇન અલી છે. મોઇન અલી આવતીકાલે ભારત સામેની મેચમાં કેપ્ટન કોહલીની વિકેટ લેવા માંગે છે. મોઇન અલીના મતે વિરાટ કોહલીની વિકેટ કોઇ પણ બોલર માટે મહત્વની હોય છે. મોઇન અલીએ ક્રિકેટના તમામ ફોરમેટમાં કોહલીને છ વખત આઉટ કર્યો છે. અનેક વખતે તે કોહલીને મુશ્કેલીમાં નાખવામાં સફળ રહ્યો છે.આ મેચ બંન્ને ટીમો માટે મહત્વની રહેશે. એક તરફ ઇગ્લેન્ડની ટીમ બે જીત સાથે સેમિફાઇનલમાં પહોંચવા માંગે છે તો ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવવા માંગશે. ગાર્જિયનમાં પોતાના બ્લોગમાં મોઇને લખ્યું કે, વિરાટ જાણે છે કે તેમનું કામ ભારત માટે રન બનાવવાનું છે અને મારુ કામ તેને આઉટ કરવાનું. વિરાટ જેવા ખેલાડીની વિકેટ લેવી એક મોટી સફળતા સમાન છે. ટીમ ઇન્ડિયા સતત જીત સાથે પ્રશંસા મેળવી રહી છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપની છ મેચમાંથી પાંચ મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી.