IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન એક ખરાબ સ્થિતિ જોવા મળી. મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે દર્શકો-પ્રેક્ષકો દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. આખી ઘટનાથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકદમ ગુસ્સે થઇ ગયો હતો.  


ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઋષભ પંતે કહ્યું કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પર પ્રક્ષકોએ સ્ટેડિયમમાંથી છુટ્ટો બૉલ માર્યો હતો. ટીવી કેમેરામાં બતાવવામાં આવ્યુ હતુ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તે સમયે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજને તે વસ્તુને બહાર ફેંકવા માટે કહી રહ્યો છે. આ ઘટનાથી વિરાટ કોહલી ગુસ્સે ભરાઇ ગયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજ પર પ્રેક્ષકો છુટ્ટો બૉલ ફેંકીને ટીમ સ્કૉર પુછીને મજાક ઉડાવી રહ્યાં હતા. 


દિવસની રમત પુરી થયા બાદ તેના વિશે જ્યારે પંતને પુછવામાં આવ્યુ તો તેને આખી ઘટના બતાવી- પંતે કહ્યું- પ્રેક્ષકોમાંથી કોઇએ મોહમ્મદ સિરાજ પર છુટ્ટો બૉલ માર્યો હતો એટલે કેપ્ટન કોહલી ગુસ્સે થઇ ગયો હતો. તમે જે પણ કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ ફિલ્ડર પર વસ્તુઓ ના ફેંકો. મારુ માનવુ છે કે આ ક્રિકેટ માટે સારુ નથી. 




લૉર્ડ્સમાં થયો ખરાબ વ્યવહાર- 
સિરાજે લૉર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. 27 વર્ષના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને આ વર્ષની શરૂઆતમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોએ પણ અપશબ્દો કહ્યાં હતા, જેના કારણે કેટલાક દર્શકોને સ્ટેડિયમની બહાર કરી દેવામા આવ્યા હતા.


લૉર્ડ્સ ટેસ્ટ દરમિયાન બાઉન્ડ્રીની નજીક શેમ્પેનની બૉટલોના ઢાંકણાં ફેંકવામાં આવ્યા હતા, તે સમયે કેએલ રાહુલ ત્યાં ફિલ્ડિંગ કરી રહ્યાં હતો અને કોહલી તે ઘટનાથી ગુસ્સે થયો હતો. 


ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓની વચ્ચે આ સીરીઝ દરમિયાન ભારે તણાવ જોવા મળી રહ્યો છે. લૉર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસ ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ એકબીજા પર નિશાન સાધવાનો કોઇ મોકો ના હતો ચૂકી રહ્યાં.