નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 સીરીઝનાં પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટથી જીત થઈ હતી. ન્યૂઝિલેન્ડે ભારતે જીત માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી.ભારતે 19 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી 204 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં પાંચ બેટ્સમેનોએ મળી એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.


ભારત ન્યૂઝિલેન્ડ ટી 20મેચમાં કુલ પાંચ બેટ્સમેનોએ 50 કરતા વધારે રન બનાવ્યા હતા. ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે કે બંને ટીમોના 5 બેટ્સમેન દ્વારા 50 પ્લસ સ્કોર બનાવવામાં આવ્યો હોય.

આ મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી કોલીન મુનરોએ 59 જ્યારે કેન વિલિયમ્સને 51 રન બનાવ્યા. રોસ ટેલર 54 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ઓપનર કેએલ રાહુલે 56 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે આક્રમક ફિફટી મારી હતી. આ મેચમાં ટી 20 ઇન્ટરનેશનલમાં પ્રથમવાર 5 બેટ્સમેને 50થી વધારે રન બનાવ્યા હતા.

ભારત ન્યૂઝિલેન્ડની આ ટી 20 મેચમાં પાંચ બેટ્સમેન દ્વારા અડધી સદી ફટકારવામાં આવી હતી. કેએલ રાહુલ 27 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો.