✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનારો ગિલ 4 વર્ષની વયથી રમતો હતો ક્રિકેટ, ઓળખાય છે જૂનિયર યુવરાજથી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2019 07:41 AM (IST)
1

2018માં ન્યૂઝિલેન્ડમાં યોજાયેલા અંડર 19 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હતો. તેણે ટીમ ઈન્ડિયાને વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટુર્નામેન્ટમાં 124ની સરેરાશથી 372 રન બનાવ્યા હતા. સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને તેની આ ઈનિંગની પ્રશંસા પાકિસ્તાની ટીમે પણ કરી હતી. આ ઉપરાંત મેન ઓફ ધ સીરિઝ પણ જાહેર કરાયો હતો.

2

શુભમને અત્યાર સુધીમાં 35 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 47.78ની સરેરાશથી 1529 રન ફટકાર્યા છે. કરિયરની 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 77.78ની સરેરાશથી 1089 રન બનાવ્યા છે. બેટિંગમાં આક્રમક અંદાજ અને પંજાબથી આવતો હોવાના કારણે તેને જૂનિયર યુવરાજના નામથી પણ ઓળખવામાં આવે છે.

3

જોતજોતામાં શુભમન ગિલ એક મોટો બેટ્સમેન બની ગયો. જેણે ઘરેલુ ક્રિકેટમાં અનેક મોટા રેકોર્ડ તેના નામે કર્યા. પંજાબ માટે રમતી વખતે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં તેણે પ્રથમ વખત બેવડી સદી ફટકરી હતી. આ માટે તેને બીસીસીઆઈ તરફથી બેસ્ટ જૂનિયર ક્રિકેટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

4

શુભમન ગિલે 4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પંજાબના ફાજિલ્કા જિલ્લાના ચક ખેરેવાલા ગામમાં જન્મેલો શુભમન ગિલ બાળપણથી જ પિતા સાથે ક્રિકેટ રમતો હતો. ગિલ જ્યારે મોટો થયો ત્યારે તેની રમતને વધારે નિખારવા માટે પિતાએ એક અનોખો પ્લાન બનાવ્યો. તેના પિતાએ પોતાના ખેતરને મેદાનમાં ફેરવી દીધું અને એવી શરત રાખી કે જે પણ શુભમનને આઉટ કરશે તેને 100 રૂપિયા ઈનામ આપશે. આ રિતે ગિલ સતત કલાકો સુધી બેટિંગ કરતો. આસપાસના ગામ અને શહેરોમાંથી ક્રિકેટ રમતા અનેક ખેલાડી શુભમન ગિલ સામે બોલિંગ કરવા આવતા હતા અને આ રીતે તે દરરોજ આરામથી 3-4 કલાક બેટિંગ કરતો હતો.

5

હેમિલ્ટનઃ અત્રેના સીડોન પાર્ક મેદાનમાં રમાઇ રહેલી ચોથી વન ડેમાં યજમાન ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને શુભમન ગિલને સ્થાન આપવામાં આવ્યું છે. ગિલની આ ડેબ્યૂ મેચ છે. ધોનીએ ગિલને ડેબ્યૂ કેપ આપી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનારો ગિલ 4 વર્ષની વયથી રમતો હતો ક્રિકેટ, ઓળખાય છે જૂનિયર યુવરાજથી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.