INDvNZ: ટીમ ઈન્ડિયામાં વાપસી બાદ હાર્દિક પંડ્યાએ શું કર્યું ટ્વિટ ? જાણો વિગત
ઓકલેન્ડઃ ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી વન ડેમાં બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા, વિરાટ કોહલીની અડધી સદીની સહાયથી યજમાન ટીમ સામે ભારતનો 7 વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝિલેન્ડની ટીમ 49 ઓવરમાં 243 રનમાંમાં સમેટાઇ ગઇ હતી. ભારતે આ લક્ષ્યાંકને 43 ઓવરમાં 3 વિકેટે આસાનીથી વટાવી લીધું હતું. આ સાથે જ ભારતે પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ૩-૦ની સરસાઇ હાંસલ કરી લીધી છે. કોફિ વિથ કરણમાં મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ હાર્દિક પંડ્યાની આ મેચથી ટીમમાં વાપસી થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે પંડ્યા વાપસી મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. 10 ઓવરના સ્પેલમાં તેણે 45 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો શાનદાર કેચ પકડ્યો હતો. મેચ અને સીરિઝ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. જેમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી અને હાથ જોડતી ઇમોજીની સાથે કેપ્શનમાં થેન્ક્યૂ લખ્યું છે.
મેચ બાદ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મને પંડ્યાને ટીમમાં સામેલ કરવાની ખુશી છે. તે એક એવો ખેલાડી છે ટીમને સંતુલન આપે છે. તે મેદાન પર એવી ચીજો પર ધ્યાન કેન્દ્રીય કરતો હતો, જે તેણે કરવાની જરૂર હતી. પંડ્યાએ શરૂઆતથી જ ગંભીરતાથી બોલિંગ કરી અને બે વિકેટ પણ ખેરવી. જે તે સમયે વિકેટ ખૂબ મહત્વપૂર્ણ હતી. તે એક એવો ખેલાડી છે જે ત્રણેય વિભાગમાં તેનું યોગદાન આપે છે અને દરેક ટીમને આવા ખેલાડીની જરૂર હોય છે. જ્યારે તે ટીમમાં આવે છે ત્યારે તમે જોઈ શકો છે અમારી બેટિંગ અને બોલિંગ વધારે સંતુલિત નજરે પડે છે. પંડ્યા પાસે જૂની યાદો ભૂલીને એક દિગ્ગજ ખેલાડી બનવાનો મોકો છે.
હાર્દિક પંડ્યાએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -