નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ માન્ચેસ્ટરમા આજે પુરી થશે કે પછી રદ્દ કરવાનો વારો આવશે? આ વાતને લઇને અલગ અલગ રિપોર્ટ સામે આવી રહ્યાં છે. એક્યૂવેધરનો રિપોર્ટ કહે છે કે વરસાદ નથી પણ વાદળો છવાયેલા રહેશે.


રિઝર્વ ડેના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ પુરી થશે કે નહીં તેને લઇને એક ખાસ રિપોર્ટ સામે આવ્યા છે. એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટરમાં લૉકલ સમય પ્રમાણે બુધવારે (રિઝર્વ ડે) સવારે 11 વાગ્યા (માન્ચેસ્ટરના લૉકલ સમય અનુસાર) સુધી તડકો નીકળશે. વચ્ચે વચ્ચે સામાન્ય વાદળો ઘેરાશે. ત્યારબાદ 1 વાગ્યાથી તડકો નહીં રહે અને સતત વાદળો છવાયેલા રહેશે.



જોકે, સવારે આવેલા એક રિપોર્ટ પ્રમાણે આજે માન્ચેસ્ટરમાં વરસાદની શક્યતા નથી. ઓલ્ડ ટ્રેફર્ડમાં વરસાદની સંભાવના 0% થી 10% છે. જોકે આજે ડકવર્થ-લૂઇસથી જ મેચનુ પરિણામ આવી શકે છે.


ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. જોકે, બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી.