આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ બ્રૉડકાસ્ટિંગ, જાણો વિગતે
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, અંબાતી રાયડુ, શિખર ધવન, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, વિજય શંકર, ખલીલ અહેમદ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાહેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
બીજી વનડે મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માટે તમે Hotstar પર જઇ શકો છો, ઉપરાંત Jio TV અને Airtel TV પર પણ સ્ટ્રીમિંગ મળશે.
નવી દિલ્હીઃ નેપિયરમાં કીવીઓને 8 વિકેટથી માત આપ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા માઉન્ટ માઉન્ગાનુઇમાં બીજી વનડેમાં કમાલ કરવા ઉતરશે. 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં યજમાન ટીમની સામે જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો હોસલો બુલંદ છે. પાંચ વનડેની સીરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી વનડે રમાનારી છે. જાણો ક્યાંથી ક્યારે જોઇ શકાશે મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ....
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ (વિકેટકીપર), કોલિન મુનરો, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોસ ટેલર.
ભારત અને ન્યૂઝીલેન્ડની વનડે લાઇવ જોવા માંગતા હોય તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports 1/HD) પર જોઇ શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે 26 જાન્યુઆરી, શનિવારે સવારે 7.30 વાગે માઉન્ટ માઉન્ટનુઇના બે-ઓવલ મેદાનમાં રમાશે.