આઇસીસીએ સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, એટલે કે જો આજે વરસાદ ના પડ્યો તો 46.1 ઓવરથી અધુરી મેચ શરૂ થશે.
ખાસ વાત એ છે કે જો મેચમાં વધુ સમય સુધી વરસાદ પડે તો મેચનુ પરિણામ કાઢવા માટે ડકવર્થ-લૂઇસ નિયમનો (D/L method) ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે ઓવરો ઘટાડીને ચેઝ કરનારી ટીમને કેલ્ક્યૂલેટ કરીને નવો ટાર્ગેટ આપવામાં આવે છે. જો આવી સ્થિતિ બની તો ભારતને સેમિ ફાઇનલમાં કેટલો ટાર્ગેટ મળી શકે તેમ છે. જુઓ અહીં ગણિત...
ડકવર્થ-લૂઇસ નિયમ (D/L method) પ્રમાણે ભારતને ટાર્ગેટ...
20 ઓવરોમાં 7.4ની એવરેજથી 148 રન બનાવવા પડશે
25 ઓવરોમાં 6.9ની એવરેજથી 172 રન બનાવવા પડશે
30 ઓવરોમાં 6.4ની એવરેજથી 192 રન બનાવવા પડેશે
35 ઓવરોમાં 6ની એવરેજથી 209 રન બનાવવા પડશે
40 ઓવરોમાં 5.6ની એવરેજથી 223 રન બનાવવા પડશે
46 ઓવરોમાં 5.2ની એવરેજથી 237 રન બનાવવા પડશે
નોંધનીય છે કે, જો ભારતને ડકવર્થ-લૂઇસ નિયમ પ્રમાણે ટાર્ગેટ મળે તો ઓછી ઓવરોમાં વધુ રન કરવાના આવે, ભારતીય ટીમ ઝડપથી રન કરવા જાય તો વિકેટો ગુમાવી શકે છે. બીજીબાજુ ભીની આઉટ ફિલ્ડના કારણે ચોગ્ગા ફટાકરવા ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે છે.