Ind vs Pak T20 WC: 20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ મેચમાં વરસાદ આવશે કે વેધર સાનૂકૂળ રહેશે તે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે.
છેલ્લી વખત 2019માં ભારત આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમ્યુ હતું અને શાનદાર પ્રદર્શન કરતા ભારતે પાકિસ્તાનને હરાવ્યુ હતું. આ વખતે પણ ટીમ ઇન્ડિયા સારા ફોર્મ જોવા મળી રહી છે.છેલ્લી મેચ આઇસીઆઇસી હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દુબઇમાં વરસાદની નહિવત શક્યતા છે. વાતાવરણ વાદળા રહિત ચોખ્ખુ રહે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
મેચ દરમિયાન હવામાન વિભાગ મુજબ આજે મેચ દરમિયાન આકાશ ચોખ્ખુ રહેશે.તાપમાન 28થી33 ડિગ્રી રહી શકે છે. હવાની ગતિની વાત કરીએ તો જેમ જેમ મેચ આગળ વધશે પવનની ગતિમાં આશંકિ ઘટાડો થઇ શકે છે. મેચ દરમિયાન વિઝિબિલિટી પણ સારી રહેશે. વિઝિબિલિટી 16 કિમિ રહેવાનો અનુમાન છે. તો વાતાવરણાં 66 ટકા હ્યુમિડિટી રહેશે.ટૂંકમાં મેચ દરમિયાન વરસાદ વિઘ્ન રૂપ બને તેવા કોઇ એંધાણ નથી દેખાત અને હવામાન સાનૂકુળ રહશે.
પિચ રિપોર્ટ
પીચ વિશે વાત કરીએ તો આઇપીએલ મેચ દરમિયાન દુબઇના ગ્રાઉન્ડની પીચ સ્લો બોલરની ફેવરમાં રહી. જો કે ફાસ્ટ બોલર પણ આ પીચ પર સારૂ પર્ફોમ કરી શક્યા હતા. આ મેચમાં રમાયેલા ભૂતકાળના મેચની વાત કરીએ જો કે આ પિચ પર રમાયેલા ભૂતકાળના મેચની વાત કરતા કહી શકાય કે, આ પિચ મોટા ટર્ન નથી આપ્યો. ટી 20 ડબલ્યુસીની શરૂઆતની રમતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નોંધપાત્ર હિલચાલ લાવામાં આ પિચના કારણે સફળ રહ્યાં હતા. જેમ જેમ મેચ આગળ વધે છે પિચના કારણે બોલિંગ સ્લો થઇ જાય છે જો કે બેટસ મેન આ પિચનો સારો ફાયદો ઉઠાવી શકે છે.
આ પણ વાંચો
T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ
T20 WC, Ind vs Pak: ચેનલ વગર પણ ભારત-પાકિસ્તાનની મેચ લાઈવ જોઈ શકાશે ? જાણો વિગત