નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરુ થનાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કમરમાં મામૂલી ફ્રેક્ચર થઈ ગયું છે અને આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે. બીસીસીઆઈ દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી.




ઉમેશ યાદવે 41 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 88 રનમાં 6 વિકેટ છે. જ્યારે મેચમાં 133 રનમાં 10 વિકેટ છે. તેણે કરિયરમાં 5 વિકેટ બે વખત અને 10 વિકેટ એકવાર ઝડપી છે.


ઉમેશ યાદવ છેલ્લી ટેસ્ટ 14-18 ડિસેમ્બર, 2018 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમ્યો હતો. આ સીરિઝમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જસપ્રીત બુમરાહ ફ્રેક્ચરના કારણે થયો બહાર

સાવરકુંડલાના હાડીડામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને દોરીથી ગળેટૂંપો દઈ કરી હત્યા, ગામમાં ચકચાર

પાકિસ્તાનમાં ભૂકંપથી રોડના થઈ ગયા ટુકડે ટુકડા, આખી ગાડી અંદર સમાઈ ગઈ, જુઓ તસવીરો