સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જસપ્રીત બુમરાહ થયો બહાર
abpasmita.in | 24 Sep 2019 07:02 PM (IST)
બીસીસીઆઈના જણાવ્યા મુજબ, બુમરાહને પીઠના નીચલા હિસ્સામાં સાધારણ ફ્રેક્ચર છે અને આ કારણે તે સાઉથ આફ્રિકા સામે રમાનારી ગાંધી-મંડેલા સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરુ થનાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કમરમાં મામૂલી ફ્રેક્ચર થઈ ગયું છે અને આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે. બીસીસીઆઈ દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ, બુમરાહને પીઠના નીચલા હિસ્સામાં સાધારણ ફ્રેક્ચર છે અને આ કારણે તે સાઉથ આફ્રિકા સામે રમાનારી ગાંધી-મંડેલા સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. રૂટિન તપાસ દરમિયાન તેની ઈજા સામે આવી છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજા પર દેખરેખ રાખશે. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપ્યું છે. બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થતા તેને ભારતીય ધરતી ઉપર પ્રથમ ટેસ્ટ રમવા માટે રાહ જોવી પડશે. બુમરાહ અત્યાર સુધી 12 ટેસ્ટ રમ્યો છે. જેમાં 62 વિકેટ ઝડપી છે. છેલ્લી બે ટેસ્ટમાં તેણે 13 વિકેટ લીધી હતી, જેમાં એક હેટ્રિક પણ સામેલ છે. બુમરાહ બધી ટેસ્ટ વિદેશમાં રમ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ શ્રેણીની શરુઆત 2 ઓક્ટોબરથી થશે. શ્રેણીથી પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ પૂણેમાં અને ત્રીજી ટેસ્ટ રાંચીમાં રમાશે. સાવરકુંડલાના હાડીડામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને દોરીથી ગળેટૂંપો દઈ કરી હત્યા, ગામમાં ચકચારપાકિસ્તાનમાં ભૂકંપથી રોડના થઈ ગયા ટુકડે ટુકડા, આખી ગાડી અંદર સમાઈ ગઈ, જુઓ તસવીરોગુજરાત સહિત દેશમાં શાખાઓ ધરાવતી આ બેંકના ખાતાધારકો દિવસમાં 1000 રૂપિયા જ ઉપાડી શકશે, જાણો વિગત