કોલંબોઃ ભારતીય ટીમે રોમાચંક મેચમાં જબરદસ્ત પરફોર્ન્સ આપીને શ્રીલંકન ટીમને માત આપી છે. આ જીત યુવા ખેલાડીઓની જીતની સાથે સાથે ખાસ કરીને કૉચ રાહુલ દ્રવિડની જીત પણ કહેવામાં આવી રહી છે. કેમકે રોમાંચક મેચમાં એકસમયે ભારતીય ટીમ હારની નજીક પહોંચી ગઇ હતી. એક પછી એક વિકેટો ટપોટપ વિકેટો પડી રહી હતી, તે સમયે કૉચ દ્રવિડના ગુરુ મંત્રએ ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવ્યો અને ટીમની જીત થઇ હતી. મેચમાં આઠમી વિકેટ માટે ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરે અણનમ 84 રનોની ભાગીદારી કરી, અને મેચ પલટી નાંખી હતી. ખાસ વાત છે કે આ મેચમાં મળેળી જીત બાદ દીપક ચાહરે મોટો ખુલાસો કર્યો છે. 


એક સમયે ભારતીય ટીમ 193 રનો પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનોની જરૂર હતી, પરંતુ નંબર આઠ પર બેટિંગ કરવા આવેલા દીપક ચાહરે (Deepak Chahar) 82 બૉલ રમીને 69 રન ઠોકી દીધા, આ રીતે મેચની તસવીર સ્પષ્ટ થઇ ગઇ.


નર્વસ થઇ ગયો હતો રાહુલ દ્રવિડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે રોમાંચક મેચને જોઇને ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડ નર્વસ થઇ ગયા હતા, અને તેને નંબર આઠ પર બેટિંગ કરવા આવેલાા દીપક ચાહરને (Deepak Chahar) એક સિક્રેટર મેસેજ મોકલાવ્યો. આ વાતનો ખુલાસો ખુદ દીપક ચાહરે (Deepak Chahar) કર્યો હતો. 


રાહુલ દ્રવિડે મોકલાવ્યો હતો મેસેજ-
મેચ રોમાંચક મૉડ પર હતી અને તે સમયે દીપક ચાહરે ફિફ્ટી પુરી કરી લીધી, આ દરમિયાન રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાંથી ભાગીને ડગઆઉટમાં આવ્યો, દીપક ચાહર તોબડતોડ બેટિંગ કરી રહ્યો હતો, આવામાં રાહુલ દ્રવિડ ડગઆઉટમાં આવ્યા અને દીપક ચાહરના નાના ભાઇ રાહુલ ચાહરની સાથે એક સિક્રેટ મેસેજ મોકલાવ્યો, બાદમાં રાહુલ ચાહર મેદાનમાં ભાઇ દીપક ચાહર પાસે પહોંચ્યો અને કૉચ દ્રવિડના મેસેજ વિશ વાત કરી હતી. રાહુલ ચાહર અને દિપક ચાહર વચ્ચે દ્રવિડના મેસેજને લઇને વાતચીત થઇ અને બાદમાં દીપક તે પ્રમાણે કરવા લાગ્યો હતો. 






દીપક ચાહરે કર્યો સિક્રેટ મેસેજનો ખુલાસો-
દીપક ચાહરે મેચ બાદ સિક્રેટ મેસેજનો ખુલાસો કરતા કહ્યું- રાહુલ સરે (રાહુલ દ્રવિડ) મને કહ્યું હતુ કે હું દરેક બૉલ રમુ, રાહુલ સરે મારા પર વિશ્વાસ રાખ્યો હતો. તેમને હંમેશાથી મારા પર વિશ્વાર રાખ્યો છે. આ મારા માટે ગેમ ચેન્જર હતો. આ રીતે દીપક ચાહરે વધુ બૉલ રમીને અંત સુધી ટકી રહ્યો અને ટીમને જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી સીરીઝ પર કબજો જમાવી દીધો છે. હવે સીરીઝની અંતિમ વનડે 23 જુલાઇએ કોલંબોમાં રમાશે.