India vs Sri Lanka 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટી20 સીરીઝની બીજી ટી20 રમાશે. રવિવારે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરતાં શ્રીલંકાને 38 રનોથી માત આપી હતી. આજે બન્ને ટીમો મેચ જીતવા પુરેપુરી કોશિશ કરશે, શ્રીલંકા સીરીઝ બચાવવા તો વળી ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવવા માટે જીત મેળવવા પ્રયાસ કરશે. 


હાર્દિક પંડ્યા થઇ શકે છે બહાર-
પહેલી ટી20માં ભારતીય ટીમમાં મધ્યક્રમના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનુ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બન્યુ છે, હાર્દિક પહેલા જેવી લયમાં નથી દેખાતો. તેની ફિટનેસ અને ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યુ છે. આવામાં કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડ આજની બીજી ટી20 હાર્દિક પંડ્યાને આરામ આપી શકે છે. 


સૂર્યકુમાર પર ફરી એકવાર આશા-
પ્રથમ ટી20માં જબરદસ્ત ફોર્મમાં દેખાયા યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર ફરી એકવાર ટીમ ઇન્ડિયાને આશા છે. આજે પણ તેની પાસેથી એક મોટી ઇનિંગની કૉચ અને કેપ્ટન આશા રાખી રહ્યાં છે. ભારતની હાલની ટીમ બીન અનુભવી અને આઇપીએલના ખેલાડીઓથી ભરેલી છે છતાં શ્રીલંકાને દરેક મોરચે માત આપી રહી છે. ખાસ વાત છે કે, શ્રીલંકા પણ મુશ્કેલીમાં મુકાઇ છે, તેમનો સ્ટાર બેટ્સમેન અસલન્કા હેમસ્ટ્રીંગ સામે ઝઝૂમી રહ્યો છે, અને આજની મેચમાંથી તે બહાર પણ થઇ શકે છે. 


ભારતીય બૉલિંગ આક્રમણ- 
રિપોર્ટ છે કે આજની મેચમાં ફરી એકવાર ઉપકેપ્ટન ભુવનેશ્વર કુમાર બૉલિંગ લૉબીની આગેવાની કરશે. પ્રથમ ટી20માં જબરદસ્ત ફોર્મ બતાવ્યાની સાથે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. આજની મેચમાં ભારતીય બૉલિંગમાં ભુવનેશ્વર અને ચાહરની સાથે સ્પીનરોમાં કૃણાલ પંડ્યા અને વરુણ ચક્રવર્તી પણ સામેલ થઇ શકે છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર.


શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
આવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ધનંજય ડી સિલ્વા, ચરિત અસલન્કા, અશેન બંડારા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસારંગા, ચમિકા કરુણારત્ને, ઇસુરુ ઉદાના, દુષ્મન્તા ચમીરા, અકિલા ધનંજય.