IND vs WI: ભારતે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી, ઋષભ પંતે કર્યું ડેબ્યૂ
abpasmita.in | 21 Oct 2018 01:36 PM (IST)
ગુવાહાટીઃ ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ વન-ડે મેચની સીરિઝની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને વેસ્ટ ઇન્ડિઝને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. 21 વર્ષના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત આ મેચથી ઇન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ તેને વન-ડે કેપ આપી હતી. ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેના સ્થાને પંતને સ્થાન આપવામાં આવ્યું.