✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી મેચ કરી ટાઈ, કોહલીની સદી એળે ગઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 01:08 PM (IST)
1

ભારતીય ટીમ: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ

2

વિશાખાપટ્ટનમ વનડેમાં વિરાટે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલી સૌથી ઝડપી 10 હજાર રન પૂર્ણ કરનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ 213 વનડેની 205 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂર્ણ કર્યા છે. આ મેચમાં તેને 10 હજાર રન પૂર્ણ કરવા માટે 81 રન જરૂર હતી. આ ઉપલબ્ધિ સાથે કોહલીએ સૌથી ઝડપી 10 હજાર રન બનાવવા મામલે સચિન તેંડૂલકરના વર્લ્ડ રેકોર્ડને તોડી દીધો છે. સચિને 259 વનડે ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

3

કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા વનડે કેરિયરની 37મી સદી ફટકારી 129 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 157 રન બનાવ્યા હતા. જ્યારે અંબાતિ રાયડુએ 73 રન અને શિખર ધવન 29 રન બનાવ્યા હતા.

4

વેસ્ટ ઇન્ડિઝને મેચના અંતિમ બોલમાં જીત માટે પાંચ રનની જરૂર હતી ત્યારે તેના બેટ્સમેને શાઈ હોપે તે બોલ પર ચોગ્ગો ફટકારી મેચ ટાઈ કરી દીધી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ ટાઈ મેચ છે. મેચ ટાઈ કરનાર વિન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા. તે સિવાય શિમરોન હેટમેયરે 94 રનની ઇનિંગ રમી હતી.

5

વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની સીરીઝની બીજી વનડેના રોમાંચક મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિન્ડિઝે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી મેચ ટાઈ કરી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 321 રન બનાવી વિન્ડિઝને 322 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા અને મેચ ટાઈ થઈ ગઈ હતી.

6

ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી, ચહલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ફાસ્ટ બોલર ખલીલ અહમદના સ્થાને સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND vs WI: વેસ્ટ ઇન્ડિઝે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી મેચ કરી ટાઈ, કોહલીની સદી એળે ગઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.