વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર બોલિંગના કારણે બુમરાહ આઈસીસી ટેસ્ટ બોલિંગ રેકિંગમાં 16માં સ્થાનેથી હનુમાન કૂદકો મારીને 7માં નંબરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે એન્ટીગુઆમાં વેસ્ટઈન્ડીઝ સામે રમાયેલ ટેસ્ટ મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી જેમાં 8 ઓવરમાં માત્ર 7 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ 8 ઓવરમાં 3 ઓવર તો મેડન હતા.
ટેસ્ટ મેચ માટે બુમરાહે લેટ આઉટસ્વિંગની કળા શીખી લીધી છે. જેની મદદથી પહેલા ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બુમરાહે વેસ્ટઈન્ડીઝના 5 બેટ્સમેનોને પેવેલિયનનો માર્ગ દેખાડ્યો હતો. તેની બોલ રાઇટહેન્ડર બેટ્સમેનથી દૂર જાય છે જ્યારે લેફ્ટહેન્ડરની નજીક આવે છે. બુમરાહની આ નવી બોલિંગ ટેકનીકથી પૂર્વ ઝડપી બોલર આશીષ નેહરા પણ ઘણો પ્રભાવિત થયો છે.