વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતને 8 વિકેટથી હાર આપી છે. વેસ્ટ ઈન્ડિઝે 3 વનડે મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હેટમાયરે વનડેમાં પાંચમી સેન્ચુરી મારી હતી. શિમરોન હેટમાયરે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. હેટમાયરે 106 બોલમાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 139 રન ફટકાર્યા હતા. હોપે 151 બોલમાં નોટ આઉટ 102 રન કર્યા હતા.


ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 288 રનનો લક્ષ્યાંક આપ્યો  હતો. ભારતે પ્રથમ વનડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા.  ટીમ ઇન્ડિયા માટે ઋષભ પંત અને શ્રેયસ ઐયરે અડધી સદી મારી હતી. પંત 71 રને જ્યારે ઐયર 70 રન બનાવ્યા હતા. પંત અને ઐયરે ચોથી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી.

કેદાર જાધવ 40 રન અને જાડેજાએ 21 બનાવ્યા હતા. વિન્ડીઝ માટે શેલ્ડન કોટરેલ, કીમો પોલ અને અલઝારી જોસેફે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતની પ્લેઇંગ ઇલેવનઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી


પ્રથમ વન ડે માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ